पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी

છબી
चित्तौड़गढ़ के इतिहास में जहाँ पद्मिनी के जौहर की अमरगाथाएं, मीरा के भक्तिपूर्ण गीत गूंजते हैं वहीं पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी भी अपना अलग स्थान रखती है। बात तब की है‚ जब चित्तौड़गढ़ का किला आन्तरिक विरोध व षड्यंत्रों में जल रहा था। मेवाड़ का भावी राणा उदय सिंह किशोर हो रहा था। तभी उदयसिंह के पिता के चचेरे भाई बनवीर ने एक षड्यन्त्र रच कर उदयसिंह के पिता की हत्या महल में ही करवा दी तथा उदयसिंह को मारने का अवसर ढूंढने लगा। उदयसिंह की माता को संशय हुआ तथा उन्होंने उदय सिंह को अपनी खास दासी व उदय सिंह की धाय पन्ना को सौंप कर कहा कि, “पन्ना अब यह राजमहल व चित्तौड़ का किला इस लायक नहीं रहा कि मेरे पुत्र तथा मेवाड़ के भावी राणा की रक्षा कर सके‚ तू इसे अपने साथ ले जा‚ और किसी तरह कुम्भलगढ़ भिजवा दे।” पन्ना धाय राणा साँगा के पुत्र राणा उदयसिंह की धाय माँ थीं। पन्ना धाय किसी राजपरिवार की सदस्य नहीं थीं। अपना सर्वस्व स्वामी को अर्पण करने वाली वीरांगना  पन्ना धाय का जन्म कमेरी गावँ में हुआ था। राणा साँगा के पुत्र उदयसिंह को माँ के स्थान पर दूध पिलाने के कारण पन्ना ‘धाय माँ’ कह...

કાઠી રાજગોર ના રાજવટ્ટઃ🎌

કાઠી રાજગોર ના રાજવટ્ટઃ🎌                                                                                                                                                                                                                                    સાંગા દાદા ગોરભાવનગર રાજ ના અઢારસો પાદરમાં જોગીદાસ ખુમાણ ના બહારવટાનાં ઘોડાં ના ડાબલા તોપ જેવા વસમાં બની ને ગાજે છે,ખુમાણ જોગીદાસને જબ્બે કરવા ભાવેણા નુ તોપખાનુ બહારવટીયા નુ સગડ શોધતું રગડ રગડ ફર્યા કરે છે,પણ જંજાડ્ય નાગ જેવો જોગીદાસ કરંડિયે આવતા નથી.જોગીદાસ ખુમાણ ના બહારવટા ના પડકાર સામે ભાવનગર રાજ્યે પણ સબળ સૈન્ય પ્રશાસન હોવા છતા  બહારવટીયા ને ઝેર કરવા ના મનસુબા સાથે સામ, દામ, દંડ,ભેદ ના ઉપચારો લગાડ્યા હતા..    ચારણો ને કનડતા તેમના માલ ઢોર ને પુરી દેતા ભાવેણા ના  જમાદાર બચ્ચાને  હાદા ખુમાણ ઠાર કરી ચુક્યા હતા. તેમ આ વખતે વળી પ્રયાસ થયો ગીસત જોગીદાસ ને પકડી ના શકી તો કુંડલા ના ધણ નુ હરણ કર્યુ જેથી તેમને નબળા પુરવાર કરી શકે, સૈનીકો એ ગાયો ની લાવી ને પલાણીયા ડુંગર મા પુરી, આ ડુંગર ની રચના કુદરતી ગઢ જેવી છે, ડુંગર માં જવા માટે ફક્ત એક જ રસ્તો છે અને આજુબાજુ કોતરો છે,વચ્ચે મેદાન મા ગાયો ને રાખી રસ્તા આડે કાંટા ના ખણીયા નાખી દિધા, જોગીદાસ ખુમાણ અને સાથીદારો હવે વળતા હુમલા ની તૈયારી મા અને ગાયો ને છોડાવવા સાબદા થયા,અને પલાણીયા ડુંગર જવા નો મારગ લીધો, એ વાટ મા ગામ ચરખા આવ્યા, ત્યા સાંગા ગોર કરી ને કાઠી રાજગોરે આવકાર્યા, આસન અને ભોજન ના આગ્રહ કર્યા, પણ જોગીદાસે પોતાનુ પ્રયોજન જણાવ્યુ અને કહ્યુ કે ગાયો ભુખ તરસ થી ભાંભરડા નાખતી હશે, ગાયો માટે વારે જાવુ પડે એમ છે એટલે હમણા રોકાવાય તેમ નથી,    ગાયો ના હરણ થયા ના સમાચાર સાંભળી સાંગા ગોર તીખા ધમેલ ત્રાંબા જેવા તપી ગયા, તેમણે આ કાર્યુ પોતે ઉપાડવા નિર્ણય કર્યો અને ખુમાણો ને મતિયાળા ના ડુંગરો મા જવા સમ દઇ રવાના કર્યા, અને જે નારયણ કરી પોતે હાલ ના ગામ વિજ્યાનગર પાસે ના પલાણીયા ડુંગર મા અચાનક ચડી આવી કાળો બોકાસો બોલાવી દિધો અને કંઇક સૈનીકો ને ઠાર કર્યા અને પોતે વિરોચીત મૃત્યુ ને ધારણ કર્યુ. આ સ્થળે તેમની દેરી આવેલી છે. ( સૌજન્ય : કાઠી સંસ્કૃતિ દીપ સંસ્થા..)માહિતી /પોસ્ટ : લક્કી તેરૈયા ( દાદા ) ચિતલ..

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

JADEJA VANSH

Jogidasbapu Khuman